રાજકોટમાં ભાજપના ઘારાસભ્ય હાઈકમાન્ડથી નારાજ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું, ત્યાર બાદ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે પત્રકાર પરિષદ યોજીને સમગ્ર ચર્ચાઓનો ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું ભાજપથી નારાજ નથી પરંતુ ખોટી અફવાઓ વહેતી થઈ છે. તેમણે એવું પણ કહ્યું હતું કે વિજય રૂપાણી સીએમ બન્યા બાદ મેં મંત્રીપદની આશા છોડી દીધી હતી અને ગાંધીનગરથી મારા બીસ્ત્રા પોટલા સંકેલી લીધા હતા. જે પણ કંઈ છું તે પાર્ટીના કારણે જ છું.