રાજ્યમાં આર્થિક ક્ષેત્રે પુનઃ નિર્માણ માટે કમિટી રચના, હસમુખ અઢિયાને અધ્યક્ષની જવાબદારીઃ અશ્વિની કુમાર

બુધવાર, 13 મે 2020 (16:27 IST)
મુખ્યપ્રધાન રૂપાણીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે કે, 20 લાખ કરોડના પકેજની બપોરે 4 વાગ્યે  જાહેરાત બાદ અમલીકરણ ગુજરાતમાં ઝડપથી કેવી રીતે થઇ શકે અને તેનો લાભ ગુજરાતના અલગ અલગ વર્ગને, વેપારી, દુકાનદાર, ઉદ્યોગકારોને ખેડૂતોને આ પેકેજનો ઝડપથી લાભ લોકો સુધી પહોંચે એ માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં વેપાર રોજગાર સહિતના આર્થિક અને નાણકીય ક્ષેત્રે પુનઃ નિર્માણ માટે આ કમિટની રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે હસમુખ અઢિયા કામ કરશે. કમિટી દ્વારા એક મહિનામાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને કમિટી દ્વારા સૂચવવામાં આવેલી ભલામણોના આધારે સરકાર નિર્ણય કરશે.  રાજ્યમાં તબક્કાવાર લોકડાઉનમાં હળવાશ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે એસટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બસો ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં બસો દોડાવવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં કોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો અને અસરકારક પગલાં લેવા અંગે નિર્ણયો લેવાઈ શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર