વરાછામાં લેડી ડોન અસ્મિતા ઉર્ફ ભૂરી બુધવારે કમલપાર્ક સોસાયટી પાસે એક કિશોરને રસ્તામાં આંતરીને તેને છરો બતાવી તેની પાસેથી બાઇક લૂંટીને નાસી ગઈ હતી. કિશોર પિતા સાથે રાત્રે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા આવ્યો હતો. ત્યારબાદ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને ભૂરી સહિત તેના એક સાગરિતની પોલીસે ધરપકડ કરી છે. લેડી ડોન અસ્મિતાનો વધુ એક વીડિયો વાઇરલ થયો હતો. જેમાં તે તેના મિત્ર સાથે બાઇક પર નાની તલવાર લઇને લાભેશ્વર પાસેના જગદીશનગરનો 21 તારીખ સવારનો છે. કમલપાર્ક સોસાયટી પાસે રહેતો કિશોર બુધવારે બપોરે આશરે એક વાગે લાભેશ્વર વિસ્તારમાં કમલપાર્ક સોસાયટીના ગેટ પાસેથી પસાર થતો હતો ત્યારે ભૂરી તેના સાગરીત સાથે તલવાર સાથે આવી ગઈ હતી.