સુરતમાં પરમીટ વાળો દારૂ લેવા ગયેલાને પીધા પહેલા જ ચડી ગયો

ગુરુવાર, 5 એપ્રિલ 2018 (12:20 IST)
દારૃનો શોખ હેલ્થ પરમીટની મદદથી પુરો કરનારા શહેરના સંખ્યાબંધ શોખીનો માટે દારૃ હવે એકાએક જ મોંઘો થતાં કડવાશ આવી ગઇ છે. ગુજરાત સરકારે વ્હીસ્કી-વાઇનની બોટલ ઉપર રૃ. ૫૦૦ અને બિયરની બોટલ ઉપર રૃ. ૧૦૦નો વધારો કરતાં મહિનાના આરંભના દિવસોમાં અધિકૃત વાઇનશોપ ઉપરની ભીડ ઓછી થઇ છે. એપ્રિલ મહિનામાં પોતાનો ક્વોટા લેવા જનારાઓએ વ્હીસ્કી- વાઇન અને બિયરનાં નવા ભાવો જોઇને ભારે ઝાટકો લાગ્યો છે. વ્હીસ્કી અને વાઇનની બોટલ (૭૫૦ એમએલ) ઉપર રૃ. ૫૦૦ અને બિયરની બોટલ ઉપર રૃ. ૧૦૦નો વધારો થતાં ઘણાંએ મોંઢુ બગાડયું હતું અને સરકારના વલણ સામે બળાપો પણ કાઢ્યો હતો.

ભાવ સાંભળીને બિયરનો વેપાર કરનારાઓએ તો પોતાનો ક્વોટા ઉપાડયો જ નહોતો, એવું અધિકૃત વાઇન શોપમાં બન્યું હતું. એક વેપારીએ વાતચીતમાં જણાવ્યું કે, થેલાઓ લઇને આવતા આ પરમીટ હોલ્ડરો નવો ભાવ જોઇને એમને એમ પરત થઇ ગયા હતા. ગ્રાહકો હવે રૃ. ૧૦૦નો વધારો સ્વીકારશે નહીં એવી ગણતરી તેઓની હશે. પણ, આ ભાવવધારાથી હવે બિયર દારૃનો ઉપાડ ઘટી જવાની શક્યતાઓ પુરેપુરી છે તો દારૃની બોટલ ઉપર સીધા રૃ. ૫૦૦ વધી જવાને કારણે પીવામાં કરકસર પણ શોખીનોને કરવો પડશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર