તદઅનુસાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરશ્રીઓ આવી રોજિંદી કામગીરી સંભાળશે. આ સમય દરમ્યાન તેઓ કોઇ નીતિવિષયક નિર્ણયો લઇ શકશે નહી. આ ૬ મહાનગરોમાં સામાન્ય ચૂંટણી પૂર્ણ થાય અને નવી ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક મળે નહિ ત્યાં સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ રોજબરોજની કામગીરી વહન કરશે તેમ પણ આદેશમાં જણાવવામાં આવ્યું છે.