લૉકડાઉન દરમિયાન ગ્રાહકોને સહાયરૂપ થવા માટે એચડીએફસી બેંકે સોમવારે અમદાવાદમાં મોબાઇલ ઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)ની સેવા શરૂ કરી હતી. આ મોબાઇલ એટીએમની સેવાને પગલે લોકોએ રોકડ ઉપાડવા માટે પોતાના વિસ્તારની બહાર નીકળવાની જરૂર નહીં રહે. અમદાવાદ શહેર પહેલાં બેંકે આ પ્રકારની મોબાઇલ એટીએમની સેવા મુંબઈ, નવી દિલ્હી, અલ્હાબાદ, કોઇમ્બતુર, ચંડીગઢ, ચેન્નઈ, પૂણે, હૈદરાબાદ અને ભુવનેશ્વરમાં પણ શરૂ કરી હતી.
એચડીએફસી બેંકના બ્રાન્ચ બેંકિંગ હેડ થોમસન જૉસએ જણાવ્યું હતું કે, ‘આ કપરાં સમયમાં લોકોને #StayHome and #StaySafeનું સૂત્ર ચરિતાર્થ કરવામાં મદદરૂપ થવા અમે અમારી ભૂમિકા ભજવવા માંગીએ છીએ. અમારી મોબાઇલ એટીએમ સુવિધા અમારા ગ્રાહકો અને જનતાને સરળતાથી નાણાં ઉપાડવા તથા અન્ય સુવિધાઓનો ઉપયોગ કરવામાં મદદરૂપ થશે, કારણ કે, કોવિડ-19ના પ્રસારને નાથવા અમે ચટ્ટાન બનીને ઊભા છીએ.’ આ ઉપરાંત સ્ટાફ અને ગ્રાહકોની સલામતી માટે ATM પાસે સોશિયલ ડીસ્ટન્સિંગ સહિતની તમામ જરૂરી સાવચેતીઓ લેવામાં આવી રહી છે.