હવામાન વિભાગની આગાહી: ઠંડી લેશે વિદાય, કાળઝાળ ગરમી માટે રહો તૈયાર

શનિવાર, 4 ફેબ્રુઆરી 2023 (10:44 IST)
છેલ્લા થોડા દિવસોમાં ઠંડી અને કમોસમી વાતાવરણ બાદ હવે ઠંડી વિદાય લેવાના આરે છે. ધીમે ધીમે ઠંડી ઓછી થઇ થઇ રહી છે. સામાન્ય રીતે ઉત્તરાયણ ઠંડી ઓછી થઇ જતી હોય છે. જોકે પવન ફૂંકાઇ રહ્યો હોવાથી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે તો બપોર બાદ ગરમી લાગી રહી છે. જોકે આગામી દિવસોમાં ઠંડીમાંથી રાહત મળી શકે છે. 
 
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં હવે લોકોને ઠંડીમાં થોડી રાહત મળી શકે છે. આજથી લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થશે. આજથી તાપમાનનો પારો 3થી 4 ડિગ્રી સુધી વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં વધારો થશે. 
 
ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં આગ દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આ વખતે મહત્તમ તાપમાન 37 ડીગ્રી આસપાસ પહોંચશે. ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવશે. માર્ચ મહિનામાં હવામાનમાં ભારે પલટાની શક્યતા જોવાઈ રહી છે. 
 
હવામાન વિભાગનું કહેવું છે કે ફેબ્રુઆરીમાં સમગ્ર દેશમાં માસિક વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. તે જ સમયે, દેશના મોટાભાગના ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની સંભાવના છે.
 
જાણિતા હવામાન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે  હવે ધીમે-ધીમે ગરમી જોર પકડશે એને ફેબ્રુઆરીના અંત સુધીમાં લઘુત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રીની એકદમ નજીક પહોંચી જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ગરમી જોર પકડશે અને મહત્તમ તાપમાન 36 ડિગ્રી આસપાસ પહોંચી જશે.19 થી 20 ફેબ્રુઆરીએ મહત્તમ તાપમાન વધતું જશે. અને ફેબ્રુઆરીના અંત સુધીમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી થઈ થવાની શકયતા રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર