હવામાન વિભાગની આગાહી: વરસાદે લીધી વિદાય, પરંતુ ઠંડી સહન કરવા રહેજો તૈયાર

મંગળવાર, 31 જાન્યુઆરી 2023 (10:14 IST)
ફરી એક વાર કડકડતી ઠંડીનો અનુભવ કરવા માટે તૈયાર થઈ જાઓ. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે તાપમાનમાં વધારો થયો છે. જો કે મંગળવારથી તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થશે જેના કારણે ઠંડીમાં વધુ વધારો થશે. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હવામાન સૂકું રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે. જેના કારણે ભારે પવન સાથે ઠંડીનો અહેસાસ થશે.
 
રાજસ્થાન તરફ સિસ્ટમ સક્રિય હોવાને કારણે ગુજરાતમાં બે દિવસથી કમોસમી વરસાદ પડ્યો હતો. જો કે હવામાન વિભાગે વરસાદની કોઈ શક્યતા ન હોવાની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે આપેલી માહિતી મુજબ ઉત્તર-પૂર્વના વધુ પવનોને કારણે ઠંડીમાં વધારો થશે. તેથી સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે.
 
ખાસ વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં સવારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હતી. આ સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પણ થયો છે. રવિવારે 20થી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સિદ્ધપુર અને વડગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે. આથી અચાનક વરસાદના કારણે લગ્નના કાર્યક્રમો ખોરવાઈ રહ્યા છે.
 
છેલ્લા બે દિવસમાં અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા, સુરત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. બનાસકાંઠાના પાલનપુર વિસ્તારમાં ગઈકાલે રાત્રે એક ઈંચ કમોસમી વરસાદ નોંધાયો હતો. અંબાજી, અમદાવાદ, મહેમદાવાદમાં કરા સાથે વરસાદ થયો હતો. રાજ્યના અનેક જિલ્લાઓમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ થયો છે.
[09:36, 1/31/2023] Hetal karnal: અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલ કરતા આજના તાપમાનમાં 1-2 ડિગ્રીની ઘટાડો થતા ઠંડક વધી છે. અમદાવાદમાં આજે 14.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે પણ તાપમાનમાં ઘટાડો થવાને લઇ આગાહી વ્યક્ત કરી છે. નલિયામાં સૌથી ઓછું 7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વડોદરામાં 16,  સુરતમાં 17.4,  રાજકોટમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર