ક્યાં છે દારૂબંધી, પેટાચૂંટણી વખતે રૂા. 57.62 લાખનો દારૂ પકડાયો
શનિવાર, 19 ઑક્ટોબર 2019 (13:08 IST)
રાજ્યમાં છ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીને આડે હવે ત્રણેક દિવસો જ બાકી રહ્યાં છે. મતદારોને રિઝવવા રાજકીય પક્ષોએ નીતનવા તુક્કા અજમાવ્યાં છે. એક બાજુ, રાજ્ય સરકાર દાવો કરી રહી છે કે,ગુજરાતમાં દારુબંધી અમલમાં છે ત્યારે બીજી તરફ,પેટાચૂંટણી વખતે જ છ મતવિસ્તારોમાંથી પોલીસે કુલ રૂા.57.65 લાખનો દારૂ પકડયો છે.લાખો રૂપિયાનો દારુ પકડાતાં દારૂબંદીની પોલ ઉઘાડી પડી છે.
21મીએ રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ,લુણાવાડા અને અમરાઇવાડી મતવિસ્તારમાં ચૂંટણી યોજાનારી છે. રાજ્ય ચૂંટણીપંચે આ બેઠકો પર બાજનજર રાખી છે. પંચે ચૂંટણીની તૈયારીઓને ય આખરી ઓપ આપ્યો છે. પંચના આદેશ મુજબ, પોલીસ આ તમામ બેઠકો પર કાર્યવાહી હાથ ધરી છે.1805 હિથયારો જમા કરાવાયાં છે જયારે 3326 વ્યક્તિઓ સામે સીપીપીસી એક્ટ મુજબ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.1232 વ્યક્તિઓ વિરુધૃધ નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર પણ ચૂંટણી અિધકારીઓ નજર રાખી રહ્યાં છે. આ ઉપરાંત પેટાચૂંટણીના અંતિમ તબક્કામાં પોલીસે આ છ મતવિસ્તારમાંથી કુલ મળીને 57.62 લાખનો દારુ પકડી પાડયો છે. આ જોતાં એ વાત પ્રસૃથાપિત થઇકે, દારુબંધી માત્ર કાગળ પર જ અમલમાં છે. રાજ્સૃથાનના મુખ્યમંત્રીએ ગુજરાતમાં દારુબંધીના મુદદે કરેલી ટિપ્પણી બાદ રાજકીય દંગલ શરુ થયુ હતું.ભાજપ-કોંગ્રેસે સામસામે આક્ષેપબાજી કરી હતી ત્યારે ફરી એકવાર આ મામલે પોલીસ સામે આંગળી ઉઠી રહી છે. રાજ્ય ચૂંટણીપંચે ચૂંટણીની તૈયારીના ભાગરુપે 158 ટીમોએ 1113 સૃથળોએઇવીએમ અને વીવીપેટનુ નિદર્શન કર્યુ હતું. જેથી મતદારોને વિશ્વાસની ખાતરી થાય. આ નિદર્શનમાં કુલ મળીને 1.60 લાખ લોકોએ ભાગ લીધો હતો.