સુરતમાં રિક્ષા ચાલકને એકસાથે 257 ઇ-મેમો મળ્યા, 76,375 રૂપિયા દંડ થયો

શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (18:23 IST)
સુરતમાં એક રીક્ષા ચાલકને 76 હજાર રૂના. 275 ઈ-મેમો આવતા આ રીક્ષા ચાલક હાલ કફોડી હાલતમાં મુકાઈ ગયો હતો. જોકે પરિવાર ના ગુજરાત માટે માત્ર એક રીક્ષા આધાર હતો અને આ મોટો દંડ આવતા આ રીક્ષા ચાલક પોતાની રજૂઆત કરવા પોલીસ કમિશનર ભવન ખાતે પરિવાર સાથે પહોંચ્યો હતો. સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતો અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો યુવાન પરિવાર સાથે પોલીસ કમિશનર ઑફિસ ખાતે પહોંચ્યો હતો. ગતરોજ પોલીસ કમિશનર ઑફિસ થી ફોન આવ્યા બાદ તે કચેરીએ આવ્યો હતો જ્યાં પોલીસે તેને 257 ઈ-મેમો આપ્યા હતા અને રૂપિયા 76,375 દંડ ફટકાર્યો હતો. જોકે, આ વાત સાંભળતાની સાથે આ યુવાન પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી એક સાથે આટલો મોટો દંડ જોઈને આ યુવાન ગભરાઈ ગયો હતો. આ યુવાન રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાત ચલાવતો હતો જોકે, તે પાંચ પાંચ રૂપિયામાં મુસાફરને બેસાડતો હતો. યુવાનને જે રીક્ષાના મેમો આવ્યા છે, તે રીક્ષા તેને અન્ય વ્યક્તિને ચાર મહિના પહેલાં રૂ. 30 હજારમાં વેચી નાખી છે ત્યારે દંડ નહિ ભરતા પોલીસ રીક્ષા જમા કરવા ની તૈયારી કરી રહી છે. રીક્ષા ખરીદનાર વ્યક્તિ આ દંડ ભરવા માટે દબાણ કરી રહ્યો છે ત્યારે પોતાના પર આવી પડેલી મુશ્કેલી મામલે આ યુવાન પરિવાર સાથે રજૂઆત કરવા પૉલીસ કમિશનર ઑફિસે પહોંચ્યો હતો.  સુરતમાં અત્યાર સુધીમાં 1700 રીક્ષા ચાલકને 100 કરતાં વધુ ઈ-મેમો મળી ચૂકયા છે અને દરેક ની હાલત આજ પ્રમાણે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર