વિજય રૂપાણીને નરેન્દ્ર મોદી અને અમિતશાહની બર્થડે ગિફટ, તેમના વિશે જાણવા જેવી બાબતો

શુક્રવાર, 5 ઑગસ્ટ 2016 (20:00 IST)
વિજય રૂપાણી વિશે જાણવા જેવી કેટલીક બાબતો, નાનપણથી જ તેઓ રાજકારણ અને સામાજીક કાર્યને વરેલા છે, ગુજરાતના નવા વરાયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશે આમતો લોકો ઘણું બધું જાણે છે પરંતું તેમના અંગત જીવન વિશે અહીં કેટલીક માહિતી રજુ કરવામાં આવી છે. વિજયભાઈએ તેમની કેટલીક અંગત વાતોને પત્રકારો સાથે ખુલ્લા દિલે રજુ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે  1960માં પરિવાર સાથે હું રાજકોટ આવી ગયો હતો, ત્યારથી રાજકોટમાં જ રહું છું.વિજય ભાઇ વિદ્યાર્થી કાર્યકાળથી જ રાજકારણ અને સામાજીક કાર્યને વરેલા છે. તેમણે બી.એ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો છે.

વિજયભાઇ 1988થી 1995ની સાલમાં રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન અને મેયર રહી ચુકયા છે. ગુજરાત પ્રદેશ ભાજપમાં મહત્વની સંગઠનની જવાબદારી સહિત 3 ટર્મ મહામંત્રી રહી ચુકયાં છે. 2006 ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, 2006થી 2012 રાજ્યસભાના સાંસદ 2013ના અંતમાં થોડો સમય મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડમાં ચેરમેન, સૌરાષ્ટ્ર સ્ટોક એક્સચેન્જના ડાયરેકટર પણ રહી ચુકયાં છે. છેલ્લે વજુભાઇ વાળા રાજકોટ 69ની બેઠક પર જીતતા આવ્યા છે અને મોદી સૌ પ્રથમ જ્યાંથી ધારાસભ્યા લડ્યા તે સીટ પર વિજયભાઇ ધારાસભા લડ્યા અને કેબિનેટ મંત્રીનો હોદ્દો મળ્યો, જેમા તેની પાસે પાણી પુરવઠા, શ્રમ અને રોજગાર, વાહનવ્યવહાર વિભાગનો સમાવેશ થાય છે.
વધુ વિગતે જોઈએ તો   વિદ્યાર્થી અવસ્થામાં જાહેર જીવનની શરૂઆત કરનાર રૂપાણીએ ૧૯૯૫ની કટોકટીમાં નાની વયના કેદી તરીકે જેલવાસ વેઠ્યો છે. ૧૯૫૬માં ૨ ઓગસ્ટે જૈન શ્રેષ્ઠી પરિવારમાં રંગૂન(બર્મા) ખાતે જન્મેલા રૂપાણીનું કુટંબ આરએસએસ સાથે જોડાયેલું રહ્યું છે. ભાજપમાં ૨૪ વર્ષની વયે સક્રિય બન્યા અને ૧૯૮૭માં રાજકોટ મ્યુનિમાં કોર્પોરેટર તરીકે જોડાયા. આઠ વર્ષ સુધી સ્ટેન્ડિંગ સમિતિ ચેરમેન તરીકે રહ્યા હતા. ૧૯૯૬થી ૯૭ સુધી મેયર. બાદ કેશુભાઈ પટેલે તેમને ૨૦ મુદ્દા સમિતિમાં મંત્રી જેવું મહત્વનું કામ સોંપ્યું હતું. પછી પ્રદેશ મહામંત્રી બન્યા હતા. તેઓ નરેન્દ્ર મોદીના નજીકના સાથી રહ્યાં છે

      નવા મુખ્યમંત્રી વિજય રૂપાણી નવેમ્બર ૨૦૧૪માં પેટા ચૂંટણીમાં રાજકોટ-૬૯માંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ અને તુરંત તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવેલ. ફેબ્રુઆરી-૨૦૧૬થી તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મંત્રી એમ બંને પદ પર કાર્યરત છે. આજે તેમની પસંદગી થતા ટેકેદારોએ શૂભેચ્છા વર્ષા કરી છે.


ભાજપ સંગઠનમાં પ્રદેશ પ્રવકતા, મહામંત્રી બાદ અત્યાર પ્રદેશનું સર્વોચ્ચ પ્રમુખ પદ સંભાળી રહ્યા છે. સત્તા ક્ષેત્રે રાજકોટ મહાનગરપાલિકામાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, મેયર, સંકલ્પપત્ર અમલીકરણ સમિતિના અધ્યક્ષ, પ્રવાસન નિગમના અધ્યક્ષ, રાજ્યસભાના સભ્ય, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ વગેરે સ્થાનો પર કામગીરી કરી ચૂકયા છે. હાલ પ્રદેશ પ્રમુખ ઉપરાંત રાજ્યના પાણી પુરવઠા, શ્રમ રોજગાર અને વાહન વ્યવહાર વિભાગના કેબીનેટ પ્રધાન તરીકે પણ કાર્યરત છે. સંગઠન અને વહીવટી ક્ષેત્રે માહિર વ્યકિત તરીકે જાણીતા છે. રાજકીય ચોપાટ ગોઠવવાની તેમની આવડત ઉદાહરણરૂપ ગણાય છે.

      મો. ૯૮૨૪૮ ૧૧૧૮૬ અને ૯૯૭૮૪ ૦૬૩૮૫ - ગાંધીનગર

વેબદુનિયા પર વાંચો