વાપીના નાનાપોંઢામાં 4 સંતાન-પત્નીની હાજરીમાં પતિએ અન્ય કન્યા સાથે બીજા લગ્ન કર્યા

મંગળવાર, 10 મે 2022 (09:59 IST)
સમગ્ર ગુજરાતમાં કપરાડાના નાનાપોંઢામાં વરરાજા બે કન્યા સાથે લગ્ન કરવાની પત્રિકા સોશિયલ મિડિયામાં વાઇરલ થઇ હતી, પરંતુ સોમવારે રાત્રે ચાર સંતાનોની હાજરીમાં માતા-પિતા લગ્નગ્રંથિથી જોડાયા હતાં. છેલ્લી ઘડીએ વરરાજાએ એક યુવતી સાથે મંગળફેરા ફર્યા હતાં. જેથી છેલ્લા થોડા દિવસોથી અનોખા લગ્ન અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.
 
કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે સોમવારે અનોખા લગ્નની આખા ગુજરાતમાં ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. નાનાપોંઢામાં વરરાજા પ્રકાશ ગાવિંત એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એકી સાથે બે કન્યાઓ સાથે પરણશે તેવી આમંત્રણ પત્રિકા સો.મિડિયામાં વાઇરલ થઇ હતી. પરંતુ સોમવારે સ્થિતિ અલગ જોવા મળી હતી.લગ્ન સ્થળ પર પરંપરાગત રીતે લગ્ન વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રકાશ ગાવિંતે બે યુવતી પૈકી નયના સાથે મંગળફેરા લીધા હતાં. પ્રકાશ ગાવિંતે જણાવ્યું હતું.નયના ગાવિત સાથે લગ્ન બાકી હતા,પરંતુ કુસમને ખોટુ ન લાગે તે માટે આમંત્રણ પત્રિકામા બંનેના નામ લખવામાં આવ્યાં છે. આમ સોમવારે પ્રકાશે એક જ યુવતી સાથે ચાર સંતાનોની હાજરીમાં લગ્ન કર્યા હતાં. થોડા દિવસોથી ચાલતી ચર્ચાનો અંત આવ્યો હતો. બીજી પત્નીએ કહ્યું કે અમે પ્રકાશ સાથે વર્ષોથી સાથે રહીએ છીએ. હવે મારા અને પ્રકાશના લગ્ન થયા છે. કુસુમને ખોટું ન લાગે માટે કંકોત્રીમાં તેનું નામ લખવામાં આવ્યું છે.પહેલાં ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી એ માટે લગ્ન નહોતા કર્યા, જ્યારે હવે અમે લગ્નવિધિ પૂરી કરી છે. જ્યારે પહેલી પત્નીએ કહ્યું હતું કે, મારા લગ્ન પ્રકાશ સાથે થઇ ચુકયા છે, પણ તેમના બીજા લગ્ન બાકી હતા એટલે સમાજના રીતરિવાજ મુજબ કરવા પડે. પ્રકાશના બીજા લગ્નથી મને કાંઈ વાંધો નથી. લગ્ન પછી પણ અમે સાથે જ રહીશું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર