રાજ્ય સરકારની મોટી જાહેરાત; 1 એપ્રિલ પહેલા ડુંગળી વેચી હશે તેમને થશે ફાયદો

સોમવાર, 9 મે 2022 (16:31 IST)
ખેડૂતો માટે સરકારના 3 મોટા નિર્ણય- રાજ્ય સરકાર દ્વારા ડુંગળી પકવતા ખેડૂતો માટે 1 એપ્રિલે અથવા તેના પહેલા ડુંગળી વેચી હશે તેને પ્રતિ કિલો 2 રૂપિયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલે એવું કહી શકાય કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય સરકાર આપશે.
 
એટલે એવું કહી શકાય કે ડુંગળીના ભાવમાં પ્રતિકિલોએ 2 રૂપિયાની સહાય સરકાર આપશે. 
 
 ચણાના ટેકાના ભાવ માટે પણ નિર્ણય કર્યો છે.  કેન્દ્ર સરકારની માર્ગ દર્શન લઈ 4 .59 લાખ મેટ્રિક ટનથી વધુ ટેકાના ભાવે ચાની ખરીદી થશે. રાજ્યના ફંડમાંથી આશારે 130 કરોડના મૂલ્યના 25 હજાર મેટ્રિક ટન ચણાની ટેકાના ભાવ ખરીદશે.
 
 સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવેલ એ.પી.એમ.સીમાં ડુંગળી વેચનારા ખેડૂતોને ખેડૂત દીઠ મહત્તમ 25,000 કિલોના વેચાણ સુધી મહત્તમ રૂ.50,000ની સહાય ચૂકવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર