મહાનગર પાલિકા દ્વારા મળતી માહિતી મુજબ ખાનપુર રિવરફ્રન્ટ તરફનાં સરદાર બ્રિજની નીચે કોટ વિસ્તારમાં વર્ષો જુની હેરિટેજ દિવાલ પાસે જ હેરિટેજ ગાર્ડન બનાવાશે. જેમાં પાથવે, લોન તેમજ આસપાસનાં વિસ્તારનાં બાળકોને રમવે માટેની જગ્યા અને ઓપન થિયેટર પણ બનાવાશે.
હેરિટેજ દિવાલ જર્જરીત હાલતમાં
અમદાવાદને વર્લ્ડ હેરિટેજમાં સ્થામ મળ્યા બાદ પણ લોકો તેનાં સ્થાપત્યોની જાળવણીમાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. ત્યારે શહેરમાં કોટ વિસ્તારની દિવાલ જર્જરિત બની જવા પામી છે. તો હયાત દિવાલની કોઈ દેખભાળ રાખવામાં આવતી નથી. જેથી જમાલપુર વિસ્તારનાં રિવરફ્રન્ટ તરફની હેરિટેજ દિવાલ હાલ જર્જરીત હાલતમાં જોવા મળી રહી છે.