Amit shah- આજે અમિત શાહનો 57 મો જન્મદિવસ, ભુપેન્દ્ર પટેલે ટ્વિટ દ્વારા શુભેચ્છા આપતા કહી આ વાત

શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (12:02 IST)
દેશના ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અમિત શાહનો આજે શુક્રવારે 57 મો જન્મદિવસ છે. ત્યારે સમગ્ર દેશમાંથી તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા અમિત શાહને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, બિહાર ભાજપની સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણીયા સહિતના નેતાઓએ અમિત શાહને તેમના જન્મદિવસે શુભકામનાઓ પાઠવી હતી અને તેમના દીર્ઘાયુની પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટ્વિટ દ્વારા શુભેચ્છા આપતા કહ્યું કે, "જનસેવામાં સદૈવ સમર્પિત,કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત,ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહજીને જન્મદિવસની હ્દયપૂર્વકની શુભકામનાઓ.આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના....!"
 
તમને જણાવી દઇએ કે બીજેપી અધ્યક્ષ અમિત શાહનો આજે (22 ઓક્ટોબર) 57મો જન્મદિવસ છે. તેમનો જન્મ 22 ઓક્ટોબર 1964માં મુંબઇમાં થયો હતો. શાહે તેમના રાજકિય જીવનની શરૂઆત 1983માં રાષ્ટ્રીય સ્વયમ સેવકની વિદ્યાર્થી શાખા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાના રૂપમાં કરી હતી. 
 
1986માં તેઓ બીજેપીમાં જોડાયા હતા. પીએમ મોદી બીજેપીમાં જાડોયા તેના એક વર્ષ પહેલા તેઓ બીજેપીમાં જોડાયા હતા. તેઓ જુલાઇ 2014માં બીજેપીના અધ્યક્ષ બન્યા હતા. તેમને 2016માં બીજીવાર પાર્ટીના અધ્યક્ષ પદ પર સિલેક્ટ કરવામાં આવ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર