27 વર્ષીય અજય બારોટનુ સપનુ પોતાના કાકાના પુત્રની જેમ શાનદાર લગ્ન કરવાનુ હતુ. પણ માનસિક રૂપે કમજોર હોવાને કારણે તેમને માટે કોઈ છોકરી મળી રહી નહોતી. અજય જ્યારે પણ બીજાના લગ્નમાં જતો તેની આ ઈચ્છા વધુ તીવ્ર થઈ જતી. જેના પર તે પોતાના પરિવારને પણ વાત કરતો. પણ ઘરના લોકો પાસે તેનો કોઈ જવાબ નહોતો. અનેક કોશિશ કર્યા પછી પણ જ્યારે કોઈ છોકરી ન મળી ત્યારે ઘરના લોકોએ વધુ વગર જ અજયની ઈચ્છા પૂરી કરવાનો નિર્ણય લીધો.
લગ્નના એક દિવસ પહેલા મહેંદી અને સંગીત સેરેમની થઈ. તેમા નિકટના મિત્રો અને સંબંધીઓએ ભાગ લીધો. બીજા દિવસે અજયને સોનેરી શેરવાની, ગુલાબી પાઘડી અને લાલ અને સફેદ ગુલાબોની માળા પહેરાવીને વરરાજા બનાવવામાં આવ્યો. પછી અજયને ઘોડા પર બેસાડીને ગામમાં ફેરવાયો. આ રિવાજમાં લગભગ 200 લોકો સામેલ થયા. એટલુ જ નહી ગુજરાતી સંગીત અને ઢોલની ધુન પર બધાએ ડાંસ પણ કર્યો. પરિવારે ઘરના નિકટની ધર્મશાળામાં પાર્ટી આપી. તેમાં લગભગ 800 લોકો પહોંચ્યા.
સમાજની પરવાહ કર્યા સિવાય પુત્રનુ સપનુ પુરૂ કર્યુ
અજયના પિતા વિષ્ણુ બારોટે મીડિયાને કહ્યુ, "મારો પુત્ર લગ્નના રિવાજોને લઈને ખૂબ ઉત્સુક હતો. તેણે ખૂબ ઓછી વયમાં પોતાની મા ને ગુમાવી હતી. તે વસ્તુઓને મોડેથી સીખતો. બીજાના લગ્નને જોઈને તે અમને પોતાના લગ્નને લઈને સવાલ કરો. ત્યારે અમારી પાસે કોઈ જવાબ નહોતો. તે પોતાના લગ્નનો આનંદ લેવા માંગતો હતો. આ માટે છોકરી શોધવી શક્ય નહોતુ. એવામાં પરિવારને તેના લગ્નને લઈને વાત કરી અને સમારંભનુ આયોજન કરવાનો નિર્ણય લીધો. જેથી તેને લાગે કે તેના લગ્ન થઈ રહ્યા છે અને તેનુ સપનુ પુરૂ થઈ રહ્યુ છે. હુ હવે ખૂબ ખુશ છુ કે મે મારા પુત્રનુ સપનુ પુરૂ કર્યુ છે. એ વિચાર્યા વગર કે સમાજ શુ કહેશે.
લગ્ન સામાન્ય હતા, બસ તેમા વધુ નહોતી
અજયના કાકા કમલેશ બારોટે કહ્યુ કે તેમના ભત્રીજાને સંગીતનો ખૂબ શોખ છે. ડાંસ કરવાથી તેના ચેહરા પર ચમક આવી જાય છે. તે ગામના કોઈપણ લગ્નને યાદ નથી કરતો. ફેબ્રુઆરીમાં મારા પુત્રના લગ્નને જોયા પછી અજય અમને પોતાના લગ્ન વિશે પૂછવા લાગ્યો હતો. જ્યારે મારા ભાઈએ પોતાના પુત્રની ઈચ્છાને પૂરી કરવા માટે વધુ વગરનો આઈડિયા બતાવ્યો તો અમે બધાએ તેનો સાથ આપવાનુ નક્કી કર્યુ.
નવવધુ વગરના લગ્નથી દુખી નથી અમે - પરિવાર
અજયની નાની બહેને કહ્યુ, "અમે અમારા સંબંધીઓને આમંત્રણ પાઠવ્યુ અને એક પુજારીની હાજરીમાં ગુજરાતી પરંપરા મુજબ બધા રીતી રિવાજો પુર્ણ કર્યા. મારો ભાઈ ભાગ્યશળી છેકે પરિવારે તેની ઈચ્છાનુ સમર્થન કર્યુ. અમે બધા તેને માટે ખુશ છીએ. અમે નવવધુ વગરના લગ્નથી દુખી નથી. અમે ફક્ત અજયને ખુશ જોવા માંગતા હતા. કારણ કે તે અમને ખૂબ વ્હાલો છે.