સોશિયલ મીડિયા પર હરણોનો એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એકસાથે ત્રણ હજાર હરણ રોડ પાર કરતાં જોવા મળી રહ્યા છે. આ નજારો ગુજરાતના ભાવનગરમાં વેળાવદર પાસે આવેલા રાષ્ટ્રીય કાળિયાર અભ્યારણનો છે, જ્યાં ત્રણ હજાર હરણોનું ઝૂંડ રસ્તો પાર કરતાં કેમેરામાં કેદ થયું હતું.
વેળાવદર બ્લેકબક નેશનલ પાર્કમાં મોટા ઝૂંડનો વીડિયો, જેને ગુજરાતના માહિતી વિભાગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યો હતો, પ્રધાનમંત્રી દ્વારા રીટ્વિટ કરવામાં આવ્યું.
વેળાવદર રાષ્ટ્રીય અભ્યારણ ભાવનગરના ઉત્તરમાં એક કલાકના અંતરે બ્લેકબકની વસ્તી માટે પ્રસિદ્ધ છે. દક્ષિણમાં ખંતાભની ખાડીના તટ પર સ્થિત આ અભ્યારણ 34 વર્ગકિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલું છે. બ્લેકબક્સ ઉપરાંત પાર્કમાં મોટી સંખ્યામાં પક્ષીઓ અને જાનવરોની પ્રજાતિઓ વસવાટ કરે છે. પેલિકન અને ફ્લેમિંગો જેવા પ્રવાસી પક્ષીઓની પ્રજાતિઓ અહીં જોવા મળી.