ગુજરાતમાં આઈબીના રીપોર્ટ પ્રમાણે 85 બેઠકો ભાજપ અને 95 બેઠકો કોંગ્રેસને મળવાની શક્યતાઓ
બુધવાર, 25 ઑક્ટોબર 2017 (15:07 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના ગુપ્તચર વિભાગે આપેલા રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં બીજેપી બેકફુટ પર આવી ગઇ છે અને જો આ તબક્કે ગુજરાત વિધાનસભાના ઇલેકશન થાય તો માત્ર ૮૦ થી ૮ર બેઠકો બીજેપીને મળે એવી શકયતા છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં કરેલી પહેલી વિઝિટથી લઇને રવિવાર રાત સુધીનો આ સર્વે છે. આ સર્વે મુજબ તો અત્યારે બીજેપી ગુજરાતમાં સત્તા ગુમાવે એવી પૂરી શકયતા દર્શાવવામાં આવી છે. જોકે આ રીપોર્ટ ઉમેદવાર હજી નક્કી થયા નથી એ સમયનો છે, પણ આ રિપોર્ટ પરથી એ પુરવાર થઇ રહ્યું છે કે, બીજેપી એ શાખ ગુમાવી હોવાથી બહુ ઓછા વિસ્તાર હવે બીજેપીના ગઢ રહ્યા છે. આઇબી દ્વારા આપવામાં આવેલા આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કોંગ્રેસ ગુજરાતમાં સ્ટ્રોંગ થઇ છે અને અત્યારના તબક્કે કોંગ્રેસને ગુજરાતમાં ૯પ બેઠક પર જીત મળે એવી શકયતા છે. આઇબીના આ પ્રકારના રિપોર્ટના આધારે સત્તા પર રહેલી સરકાર પોતાની સ્ટ્રેટેજી બનાવતી હોય છે અને આ સ્ટ્રેટેજી માટે જ સર્વે કરાવવામાં આવતા હોય છે. હવે જોવાનું એ છે કે વિધાનસભાના ઇલેકશન પહેલા બીજેપી કેવી રીતે ડમેેજ-કન્ટ્રોલ કરે છે અને ગુજરાતમાં સત્તા અકબંધ રાખવા માટે કેવા સ્ટેપ લે છે.