વીડિયો વાયરલ થતા મહિલા કર્મી સસ્પેન્ડ, ફેસબુક પર પણ જોવા મળી એક્ટિવ

ગુરુવાર, 25 જુલાઈ 2019 (09:40 IST)
યંગસ્ટર્સમાં ટિકટોક ખુબ જ ફેમસ છે. લોકો પોતના જુદા જુદા ગીતો, ડાયલોગો પર વીડિયો બનાવી શેર કરતા હોય છે. એવામાં જ મહેસાણાની એક પોલીસ કર્મચારીનો ટિકટોક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેના કારણે મહિલા પોલીસ કર્મચારીને તેની ફરજ પરથી મુક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ આ મહિલા કર્મચારી અન્ય સોશિયલ સાઇટ જેમ કે, ફેસબુક પણ ઘણી સક્રિયી જોવા મળી છે.
 
મહેસાણાના લાંધણજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી એલઆરડી મહિલા પોલીસ કર્મચારી અલ્પીતા ચૌધરીએ પોલીસ સ્ટેશનમાં જ ટિકટોક વીડિયો બનાવ્યો હતો. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશનમાં વીડિયો બનાવવા પર અલ્પીતાને ફરજ પરથી મુક્ત કરવામાં આવી છે.
 
એલઆરડી મહિલા પોલીસ કર્મચારી અલ્પીતા ચૌધરી ટિકટોકની સાથે સાથે ફેસબુક પર પણ ઘણી એક્ટિવ જોવા મળી રહી છે. અલ્પીતા ચૌધરીના ફેસબુક એકાઉન્ટર પર પણ વીડિયો અને તસવીરો જોવા મળી છે. જેમાં હેર સ્ટાઇલથી લઇને ટ્રેન્ડી ડ્રેસિસ તેમજ પોલીસ ડોગ સાથેની અનેક સેલ્ફી તેના ફેસબુક એકાઉન્ટ પર મૂકી છે. પોલીસની નોકરી દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવાનું હોય છે.
 
પોલીસની નોકરી જાહેર જીવન સાથે જોડાયેલી હોવાથી તેની સાથે કેટલીક શિસ્ત લાગુ પડતી હોય છે. તેના કારણે પોલીસ સ્ટેશનમાં ટિકટોક બનાવનાર એલઆરડી મહિલા પોલીસ કર્મી અલ્પીતા ચૌધરીને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે જ્યારે આ વાયરલ વીડિયો સામે આવ્યો ત્યારે મહેસાણા ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું હતું કે, આ વીડિયોની તપાસ કરશું અને યોગ્ય પલગાં લેવામાં આવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર