વિધાર્થીઓને સરકારની કડક ચેતવણી, આ દેશમાંથી ડિગ્રી લીધી તો ભારતમાં નહીં મળે નોકરી

શનિવાર, 23 એપ્રિલ 2022 (16:17 IST)
એક પછી એક મોટા નિર્ણયો વચ્ચે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC) અને AICTE એ એક જોઈન્ટ એડવાઈઝરી બહાર પાડી છે. એડવાઈઝરીમાં એવા ભારતીય નાગરિકો અને પ્રવાસીઓને ચેતવણી અપાઈ છે જે પાકિસ્તાન જઈને એજ્યુકેશનલ ડિગ્રી કે હાયર એજ્યુકેશન લેવાની ઈચ્છા ધરાવે છે. એડવાઈઝરીમાં AICTE એ ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાની શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અંગે ચેતવ્યા છે. જો એડવાઈઝરી છતાં ભારતીય વિદ્યાર્થીઓ/ પ્રવાસીઓ આમ કરશે તો તેઓ ભારતમાં ન તો રોજગારી લાયક ગણાશે કે ન તો હાયર એજ્યુકેશન માટે. જે શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા છે તેમને આ નિયમમાં છૂટ મળશે. 
 
માઈગ્રન્ટ અને તેમના બાળકો કે જેમણે પાકિસ્તાનમાંથી હાયર એજ્યુકેશન ડિગ્રી મેળવી છે અને જેમને ભારતીય નાગરિકતા મળી છે. તેઓ ગૃહ મંત્રાલયમાંથી સિક્યુરિટી ક્લિયરન્સ મળ્યા બાદ ભારતમાં નોકરી માટે એલિજિબલ ગણાશે. નોંધનીય છે કે ગત મહિને યુજીસી અને AICTE તરફથી ચીનમાં હાયર એજ્યુકેશનની ઈચ્છા ધરાવતા ભારતીય વિદ્યાર્થીઓને પણ એડવાઈઝરી દ્વારા ચેતવણી અપાઈ હતી. આ અગાઉ યુજીસીએ વર્ષ 2019માં કાશ્મીર (પીઓકે)ના શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રવેશ લેવા વિરુદ્ધ પણ વોર્નિંગ એડવાઈઝરી બહાર પાડી હતી. જેમાં ભારતીય વિદ્યાર્થીઓને પાકિસ્તાનની કોઈ પણ કોલેજ કે એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ્સમાં પ્રવેશ નહીં લેવાનો આગ્રહ કર્યો હતો. આ એડવાઈઝરીને ન માનનારા વિદ્યાર્થીઓને ભારતમાં નોકરી કે ઉચ્ચ શિક્ષણ મળી શકશે નહીં. યુજીસીના અધ્યક્ષ જગદીશકુમારે કહ્યું કે યુજીસી અને AICTE ભારતીય વિદ્યાર્થીઓના હિતમાં આ રીતે જાહેર નોટિસ બહાર પાડે છે જે દેશની બહાર ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે. તેમણે કહ્યું કે હાલના દિવસોમાં આપણે જોયું કે કેવી રીતે આપણા વિદ્યાર્થીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. કારણ કે તેઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે વિદેશ પાછા જઈ શક્યા નહીં. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર