પેરાગ્લાઇડિંગ દરમિયાન વિદેશી નાગરિકનું મોત, 50 ફોટ ઉંચાઇએથી પટકાયો

સોમવાર, 26 ડિસેમ્બર 2022 (11:50 IST)
ગુજરાતના મહેસાણા જિલ્લામાં 'પેરાગ્લાઈડિંગ' દરમિયાન 50 ફૂટની ઊંચાઈએથી પડી જવાથી દક્ષિણ કોરિયાના એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે લગભગ 5.30 વાગ્યે જિલ્લાના કડી શહેર નજીક વિસતપુરા ગામમાં એક શાળાના મેદાનમાં બની હતી. શિન બ્યોંગ મૂન (50)એ પોતાનું સંતુલન ગુમાવ્યું કારણ કે પેરાગ્લાઈડર યોગ્ય રીતે ખોલવામાં નિષ્ફળ ગયો અને 50 ફૂટની ઊંચાઈએથી જમીન પર પડ્યો, જેના લીધે તેનું મોત નિપજ્યું હતું. 
 
પોલીસે જણાવ્યું હતું કે કોરિયન નાગરિક જમીન પર પડ્યા બાદ બેહોશ થઈ ગયો હતો. તેના મિત્રો તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો. તબીબોના જણાવ્યા અનુસાર, ઊંચાઈ પરથી પડી જવાના આંચકાને કારણે મૂનને હાર્ટ એટેક આવ્યો હતો.
 
પોલીસે જણાવ્યું કે, “મૂન વડોદરાની મુલાકાતે આવ્યો હતો. તે અને તેના મિત્રો વિસતપુરા ખાતે સંબંધીને મળવા આવ્યા હતા. શનિવારે સાંજે મૂન અને તેના મિત્રો પેરાગ્લાઈડિંગ કરવા ગયા હતા. પેરાગ્લાઈડર બરાબર ખુલ્યું ન હતું, જેના પછી તે વ્યક્તિ લગભગ 50 ફૂટની ઊંચાઈએથી પડી ગયો હતો.
 
તેણે કહ્યું કે આ ઘટના બાદ શિન બ્યોંગ મૂનના મિત્રો તેને અર્ધબેભાન અવસ્થામાં ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું કે દક્ષિણ કોરિયાના નાગરિકના મોત પાછળ પડી જવાના આઘાતને કારણે ડોક્ટરોએ હાર્ટ એટેક આવ્યો હોવાનું જણાવ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર