ઈ મેમોનો દંડ ભરવામાં અમદાવાદીઓ નિરસ, 10,500ની સામે 1188 ઈ-મેમોનો રૂ. 1.80 લાખનો જ દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો
રાજ્યના ચાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર વાહનચાલકોને દંડ ફટકારવા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 15 એપ્રિલથી ઈ-મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અમદાવાદીઓને છેલ્લા22 દિવસમાં ટ્રાફિક પોલીસે 10,500 જેટલા ઈ-મેમો ફટકાર્યા છે. પરંતુ માત્ર 1188 ઈ-મેમોનો રૂ. 1.80 લાખનો જ દંડ ટ્રાફિક પોલીસે વસૂલ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદમાં 80થી વધુ જંકશનો ઉપર 229 કેમેરા લગાવવામાં આવ્યા છે. પરંતુ 22 દિવસમાં ટ્રાફિક પોલીસે 10,500 જેટલા ઈ-મેમો વાહનચાલકોને મોકલી ચૂકી છે. પરંતુ અમદાવાદીઓ હજી પણ દંડ ભરવામાં નીરસતા દાખવી રહ્યા છે. 10,500 માંથી ફક્ત માત્ર 1188 જેટલા જ ઈ-મેમોનો દંડ ટ્રાફિક પોલીસને મળ્યો છે.