ગાંધીનગરમાં ધરણાં કરી રહેલાં LRD ઉમેદવારોની અટકાયત, 2022ની ભરતીમાં ખાલી પડતી બેઠકો ભરવા માંગ

મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (16:13 IST)
ગાંધીનગરમાં લોકરક્ષક દળના ઉમેદવારોએ 2022ની ભરતીમાં ખાલી પડેલી બેઠકો ભરવાની માંગ સાથે ધરણાં યોજ્યાં હતાં. ઘણા સમયથી 2022ની ભરતીમાં સામાન્ય ઉમેદવારોના કારણે ખાલી પડતી બેઠકો ભરવા અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિકાલ નહીં આવતાં આજે ઉમેદવારોએ આંદોલનનો રસ્તો અપનાવ્યો હતો. પોલીસે તમામ ઉમેદવારોની અટકાયત કરી હતી.

LRD ઉમેદવારોનું કહેવું છે કે, ગુજરાતમાં વર્ષ 2022માં પોલીસ ભરતી બોર્ડ વગેરે સંવર્ગની મોટાપાયે ભરતીના કારણે કોમન ઉમેદવારોનો સવાલ સામે આવ્યો છે. તેમનું કહેવું છે કે, ઘણા કોમન ઉમેદવારો કે જેમની હાલમાં અન્ય સંવર્ગની ભરતીમાં નોકરી ચાલુ હોઈ અથવા અન્ય સંવર્ગમાં પસંદગી થયેલ હોવાને કારણે મેડીકલ અને બોન્ડની પ્રક્રિયામાં ગેરહાજર રહેવાની શક્યતાઓ છે. જેને કારણે ઉપરોક્ત ભરતીમાં ઘણી બેઠકો ખાલી રહેવાની શક્યતાઓ છે. ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે, 2022માં ગુજરાત ખાતે સિનીયર ક્લાર્કની ભરતીમા અંદાજીત 1382 ઉમેદવારની જગ્યા હતી. આ ભરતીમા GSSSBના અધ્યક્ષ દ્વારા ઉમેદવારો નોકરી નહીં કરવા માંગતા ઉમેદવારો માટે O.P.T OUT SYSTEM શરૂ કરાઈ હતી.આ સિસ્ટમ સફળ નહીં થતાં તેમની ખાલી જગ્યા ભરવા માટે ઓનલાઇન પ્રક્રિયાના બદલે ઓફલાઇન પ્રક્રિયામાં રૂબરૂ બોલાવી નોકરી નહીં કરવા માંગતા ઉમેદવારોના નિવેદન લઈ હક જતો કરવાની શરતે અન્ય ઉમેદવારો મેરીટ લીસ્ટથી સામાન્ય તફાવતના કારણે પાછળ રહી ગઈ હતા તેવા 300 થી વધુ ઉમેદવારોને ખાલી પડેલા જગ્યામા ભરતી કરેલી છે.ઉમેદવારોએ એવી પણ માંગ કરી હતી કે, સિનીયર ક્લાર્કની ભરતીમાં GSSSBના અધ્યક્ષે ઉપરોક્ત પ્રક્રીયા મારફતે સામાન્ય તફાવતના કારણે ભરતીથી વંચીત રહી ગયેલા ઉમેદવારોને મોકો આપી ખાલી જગ્યા ભરેલી છે. હાલમાં ઉપરોક્ત પોલીસ ભરતી બોર્ડની LRB/202122/2ની ભરતી પ્રક્રીયામા મેડીકલ અને બોન્ડની પ્રક્રીયામા ગેરહાજર રહેલા ઉમેદવારોના સ્થાને બીજા લાયક ઉમેદવારોને મોકો આપી જગ્યા પુરી ભરવામાં આવે તેવી માંગ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર