ચૂંટણી પુર્ણ થયા બાદ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્નાએ પત્રકાર પરિષદ યોજી હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર એકંદરે ચૂંટણી પ્રક્રિયા અને મતદાન બંન્ને ખુબ જ સારી રીતે પુર્ણ થયા હતા. ચૂંટણી અધિકારીએ શાંતિપુર્ણ મતદાન બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો. કોરોનામાં પણ 15 હજારથી વધારે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
જો કે 17 જેટલી ચૂંટણી આચાર સંહિતાના ભંગની ફરિયાદો દાખલ થઇ છે. જે પણ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બુટએપ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પુન: મતદાન સંદર્ભે જ્યાંથી ફરિયાદ આવી હશે તેનો આવતીકાલે નિર્ણય લેવામાં આવશે. કોરોના પોઝિટિવ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જો કે કોઇ પણ કોરોના પોઝિટિવ દર્દી દ્વારા મતદાન કરવામાં આવ્યું નથી.
મોરબીમાં એક કરજણમાં બે અને ડાંગમાં એક ઘટના અંગે ફરિયાદ દાખલ થઇ છે. કુલ ચાર ફરિયાદ દાખલ થઇ છે. તેવું જણાવ્યું હતું. તેમણે મતદાનનાં સરેરાશ આંકડા આપ્યા હતા. જો કે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, હજુ ફાઈનલ આંકડા આવ્યા નથી આવશે પછી ચિત્ર સ્પષ્ટ થશે.