ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિપરજોય આગામી 4 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. 15 જૂનની આસપાસ, તે વાવાઝોડા તરીકે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. હાલમાં, તે ગુજરાતમાં પોરબંદરથી લગભગ 500 કિમી દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમમાં અરબી સમુદ્રમાં સ્થિત છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપરજોય રવિવારે (11 જૂન) બપોરે 2.30 વાગ્યાની આસપાસ 5 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું હતું. IMD એ 15 જૂન સુધીમાં કચ્છના દરિયાકાંઠે પહોંચવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે, તે દરિયાકાંઠે અથડાશે તેવી અપેક્ષા નથી. ચક્રવાત પોરબંદરથી લગભગ 200-300 કિમી અને નલિયાથી 200 કિમી દૂર પસાર થવાની સંભાવના છે.