હતી. તેણે કહ્યું કે હું MBA થયેલી છું મને પોતુ કરવાનું કહ્યું જ કેમ?પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહિલા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત ઘટનાની ફરિયાદ આવી હતી. મહિલા પોલીસ સ્ટેશનમાં રોજની જેમ જ કામગીરી ચાલતી હતી. આ સમયે એક સ્ટાઈલિસ્ટ મહિલા હાઈ હિલના ચપ્પલનો અવાજ કરતી કરતી આવી અને ફાંકડુ અંગ્રેજી બોલીને પોલીસને કહેવા લાગી કે મારે ફરિયાદ કરવી છે. આ મહિલા સારા પરિવારની અને ભણેલી ગણેલી લાગતી હતી એટલે પોલીસે તેને પોતાની સમસ્યા જણાવવા માટે કહ્યું હતું. મહિલાએ પોલીસને પોતાની સમસ્યા પહેલા પોતાની પ્રોફાઈલ કહેવાની શરૂઆત કરી હતી. મહિલાએ પોલીસને કહ્યું કે, મારો પતિ મને પરેશાન કરે છે.પોલીસે મહિલાને કહ્યું કે તમને તેનાથી શું પરેશાની છે? પોલીસના આ સવાલથી જ મહિલા મોટા અવાજે કહેવા લાગી કે, હું MBA ભણેલી છું, મારી ઓફિસમાં કેટલાય લોકો મારા હાથ નીચે કામ કરે છે. મારો પતિ મને ઘરમાં પોતુ મારવાનું કહે છે. આ ખોટું કહેવાય. મારો પતિ મને ત્રાસ આપે છે. મારે આવી ફરિયાદ નોંધાવવી છે. આ મહિલાનું કારણ જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલાએ ફરિયાદ નોંધવા માટે આપેલું કારણ કેટલું યોગ્ય છે એ વિશે પોલીસે મહિલા સાથે વાત કરી હતી. પરંતુ પોલીસને આ મહિલાને તેના પરિવાર તૂટવાની ચિંતા કરતાં તેના એજ્યુકેશન અને નોકરીના પદનો કેફ વધારે લાગતો હતો. આખરે પોલીસે મહિલાને સમજાવીને આ કેસમાં તપાસ કરવાનું આશ્વાસન આપ્યું હતું.