ભારતમાં કોરોના વાયરસ ખૂબ જ ઝડપથી પોતાના પગ પસારી રહ્યો છે. કોરોનાની બીજી લહેર રોજબરોજ નવા રેકોર્ડ બનાવી રહી છે. દેશમાં સતત બીજા દિવસે ત્રણ લાખથી વધુ અને અત્યાર સુધીના સૌથી વધુ નવા કોરોના સંક્રમિત મળ્યા. વર્લ્ડ મીટર મુજબ ગુરુવારે રાત્રે 12 વાગ્યા સુધી ભારતમાં 24 કલાકમાં 332,503 નવા કોરોના સંક્રમિતો મળ્યા. આ સમય દરમિયાન 2256 કોરોના દર્દીઓનુ મોત થયુ. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોનાના વધતા મામલાએ વિશ્વના તમામ રેકોર્ડ તોડ્યા છે.
મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક દિવસમાં કોરોના સંક્રમિતોની સૌથી વધુ સંખ્યાનો વૈશ્વિક રેકોર્ડ ભારતમાં 3.14 લાખ નવા સંક્રમિતો સાથે બુધવારે જ તુટી ગયો ચુક્યો છે. સતત સાત દિવસ સુધી રોજ થતા કોરોના દર્દીઓના મોતની સંખ્યાએ પણ રેકોર્ડ તોડ્યો છે. દેશમાં રોગચાળાને કારણે મૃત્યુઆંકની કુલ સંખ્યા વધીને 1,86,927 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 1,62,57,164 થઈ ગઈ છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 24,21,970 પર પહોંચી છે. આ કુલ સંક્રમિત લોકોની સંખ્યાના 14.9 ટકા છે.
સાજા થવાનો દર 84 ટકા નીચે આવી ગયો
કોરોના સંક્રમિત લોકોના સ્વસ્થ થવાનો રેટ ગબડીને 83.9 ટકા રહી ગયો છે. આંકડાના મુજબ આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,36,41,572 થઈ ગઈ છે. કોરોના સાથે રાષ્ટ્રીય સ્તર પર મૃત્યુ દર ઘટીને 1.1 ટકા થઈ ગયો છે.
આઠ રાજ્યોમાં 74 ટકાથી વધુ મોત
દેશમાં 24 કલાક દરમિયાન સૌથી વધુ મહારાષ્ટ્રમાં 568 લોકોનાં મોત થયાં. આ પછી, દિલ્હીમાં 306 લોકો, છત્તીસગઢમાં 207, યુપીમાં 195, ગુજરાતમાં 137, કર્ણાટકમાં 123, પંજાબમાં 75 અને મધ્યપ્રદેશમાં 75 લોકો મૃત્યુ પામ્યા હતા. આઠ રાજ્યોમાં કુલ 1686 મૃત્યુ થયા છે, જે કુલ 2255 મૃત્યુનાં 74.76 ટકા છે.
59 ટકાથી વધુ નવા સંક્રમિત ફક્ત 6 રાજ્યોમાં
મહારાષ્ટ્રમાં સૌથી વધુ 67,013 નવા સંક્રમિત આવ્યા હતા. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 34254, દિલ્હીમાં 26169, કર્ણાટકમાં 25795, કેરળમાં 26995 અને છત્તીસગઢમાં 16750 નવા કોરોનાના મામલા આવ્યા. આ આઠ રાજ્યોમાં કુલ સંક્રમણના 59.2 ટકા હિસ્સો છે.
કોરોનાના 75 ટકા કેસ આ 10 રાજ્યોમાં
દેશમાં એક દિવસમાં 3,14,835 નવા કોરોના મામલામાંથી 75 ટકા કેસ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાત સહિત 10 રાજ્યોમાં આવ્યા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ ગુરૂવારે આ માહિતી આપી. આ 10 રાજ્યોની યાદીમાં કર્ણાટક, કેરલ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને રાજસ્થાન પણ શામેલ છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધુ 67,468 કેસ નોંધાયા છે, જે દેશમાં કુલ કેસોના 14.38 ટકા છે. ત્યારપછી ઉત્તર પ્રદેશમાં 33,106 અને દિલ્હીમાં 24,638 નવા કેસ નોંધાયા છે. સંક્રમિત લોકોમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને કેરલની 59.99% ટકાવારી છે.