રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2640 કેસ નોંધાયા

શનિવાર, 3 એપ્રિલ 2021 (09:09 IST)
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 2640 કેસ નોંધાયા છે. જેની સામે 2066 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 11 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4539 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.21 ટકા છે. અત્યાર સુધીમાં 57,75,904 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 7,30,124 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 4,40,346 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર