દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. સોમવારે સુરત-રાજકોટમાં એક-એક નવા કેસ નોધાયા હતા, જ્યારે આજે અમદાવાદ-1 અને ગાંધીનગરમાં નવા કેસ નોંધાતાની સાથે જ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 73 થયા છે. અમદાવાદના 55 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે અન્ય એક ગાંધીનગરની 32 મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 25 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 3 લોકો રિકવર થયા છે. જ્યારે સુરતમાં 9 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 1 વ્યક્તિને રિકવરી થઇ છે. જ્યારે ભાવનગરમાં 6 કેસ નોધાયા છે જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે.
તો બીજી તરફ ગાંધીનગર 9, વડોદરા 9 , રાજકોટ 10, કચ્છ 1, ગીર સોમનાથ 2, પોરબંદર 1, મહેસાણા 1 એક નોંધાયો છે. આ કુલ રાજ્યમાં અત્યાર સુધીમાં 73 કેસ નોંધાયા છે જેમાંથી 6 લોકોના મોત નિપજ્યા છે અને 5 લોકો રિકવર થયા છે.