રાજયભરના ગરીબ નાગરિકોને એપ્રિલ માસનો જથ્થો વિના-મૂલ્યે અપાશે

બુધવાર, 1 એપ્રિલ 2020 (09:43 IST)
રાજયસરકારની ‘‘ફુડ બાસ્કેટ’’ યોજના અન્વયે
રાજયભરના ગરીબ નાગરિકોને એપ્રિલ માસનો જથ્થો વિના-મૂલ્યે અપાશે
કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉન દરમ્યાન  રાજયની ગરીબ જનતાને એપ્રિલ-૨૦૨૦ દરમ્યાન ‘‘ફુડ બાસ્કેટ’’ આપવામાં આવશે, જેમાં નિયત અનાજનો, ખાંડનો, તેલનો અને મીઠાનો જથ્થો રાજયસરકાર દ્વારા વિના-મૂલ્યે આપવામાં આવશે.
અંત્યોદય અન્ન યોજના હેઠળના કુટુંબોને કાર્ડ દીઠ મળવાપાત્ર માસિક ૨૫ કિ.ગ્રા ઘઉં તથા ૧૦ કિ.ગ્રા ચોખા, હાલના પ્રમાણ મુજબ મળવાપાત્ર ખાંડનો જથ્થો, ૧ કિ.ગ્રા. રીફાઇન્ડ આયોડીનયુકત મીઠું તેમજ ૧ કિ.ગ્રા. ખાંડ, એપ્રિલ માસ દરમિયાન વિના-મૂલ્યે રાજયસરકાર દ્વારા આપવામાં આવશે.
        રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અન્વયે અગ્રતા ધરાવતા કુટુંબોને વ્યકિત દીઠ માસિક સાડા ત્રણ કિ.ગ્રા ઘઉં અને દોઢ કિ.ગ્રા ચોખા, ૧ કિ.ગ્રા. ખાંડ એપ્રિલ માસમાં વિના મૂલ્યે રાજયસરકાર દ્વારા આપવામાં આવશે.
        રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો, ૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતાં કુટુંબોને કાર્ડ દીઠ ૧ કિ.ગ્રા દાળ, ૧ કિ.ગ્રા ખાંડ, ૧ કિ.ગ્રા. રીફાઇન્ડ આયોડીનયુકત મીઠું એપ્રિલ માસ દરમિયાન વિના-મૂલ્યે રાજયસરકાર દ્વારા આપવામાં આવશે.
        અન્ન બ્રહ્મ યોજનાની પાત્રતા ધરાવતા લોકોને વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિ.ગ્રા ઘઉં અને દોઢ કિ.ગ્રા ચોખા  કિ.ગ્રા. ખાંડ, ૧ કિ.ગ્રા મીઠું અને ૧ કિ.ગ્રા. દાળ પણ એપ્રિલ માસ દરમિયાન વિના-મૂલ્યે રાજયસરકાર દ્વારા આપવામાં આવશે..૫૦૦ની સંખ્યા સુધી રેશન કાર્ડ ધરાવતી વાજબી ભાવની દુકાનને રૂ.૫૦૦ તથા ૫૦૦થી વધુની સંખ્યામા રેશન કાર્ડ ધરાવતી વાજબી ભાવની દુકાનને રૂ. ૧૦૦૦ નો ખર્ચે રાજયસરકાર દ્વારા મજરે આપવામાં આવશે. 
        રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૫૩૨ અને શહેરી વિસ્તારમાં ૨૨૨ દુકાનો મળી વ્યાજબી ભાવની કુલ ૭૫૪ દુકાનો હાલ કાર્યરત છે, જેમાં એ.પી.એલ.-વન કક્ષાના ૧ લાખ ૫૯ હજાર ૨૩૬ રેશનકાર્ડ, બી.પી.એલ.ના ૭૭ હજાર ૯૪૦ કાર્ડ તથા અંત્યોદય યોજનાના ૨૨ હજાર ૭૩૩ રેશન કાર્ડઝ મળી કુલ ૨ લાખ ૫૯ હજાર ૯૦૯ રેશનકાર્ડઝનો સમાવેશ થાય છે. જયારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ અગ્રતા ધરાવતા બી.પી.એલ. રેશનકાર્ડઝ ૭૭ હજાર ૯૪૦, એ.પી.એલ.-૧ કક્ષાના ૧ લાખ ૫૭ હજાર ૨૩૬ મળી કુલ ૨ લાખ ૩૭ હજાર ૧૭૬ રેશનકાર્ડઝનો સમાવેશ થાય છે, તેમ જિલ્લા પુરવઠા અધીકારીશ્રી પુજા બાવડાની યાદીમાં જણાવાયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર