રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો, 11 દિવસમાં 102 લોકોના મોત: CM રૂપાણીના ભાઇ સહિત પરિવારમાં 5 કોરોના પોઝિટિવ

મંગળવાર, 6 એપ્રિલ 2021 (20:16 IST)
રાજ્યમાં સતત કોરોનાની સ્થિતિ વણસી રહી છે. ખાસકરીને ચાર મહાનગરોની બીજી લહેર ખતરનાક અસર જોવા મળી રહી છે. એક પછી મંત્રી અને તેમના પરિજનો કોરોનાના ભરડામાં આવી રહ્યા છે. ત્યારે તાજેતરમાં મળતી માહિતી અનુસાર રાજ્યના મુખ્યમંત્રીના પરિવારમાં પાંચ લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 
 
જેમાં મુખ્યમંત્રીના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને CMનો ભત્રીજો અનિમેષ રૂપાણી રાજકોટમાં હોમ આઇસોલેટ થયા છે. આજે 321 કેસ નવા નોંધાયા છે, રાજકોટમાં કુલ કેસની સંખ્યા 20396 પર પહોંચી છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 19 દર્દીઓના મોત થયા છે. 
 
હાલ રાજકોટ મનપા ના આરોગ્ય વિભાગ ના મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો છે, જ્યાં છેલ્લા પાંચ દિવસમાં આરોગ્ય વિભાગના 70 કર્મીઓ, મેલેરીયા વિભાગ ના 2 અને વિજિલન્સ ના 5 પોલીસકર્મી સહીત 81 લોકોં કોરોનાથી સંક્રમિત થયા છે
 
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યાની સાથોસાથ એક્ટિવ કેસની સંખ્યા વધી રહી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 1464 દર્દી સારવાર હેઠળ છે. સોમવારકે 144 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે મનપાના સત્તાવાર આંકડા પ્રમાણે કોરોનાથી અત્યાર સુધીમાં 167 લોકોના મોત નીપજ્યા છે.
 
11 દિવસમાં 102 લોકોના મોત
 
26 માર્ચે - 8
27 માર્ચે - 6
28 માર્ચે - 4
29 માર્ચે - 6
30 માર્ચે - 3
31 માર્ચે - 9
1 એપ્રિલે - 11
2 એપ્રિલે - 12
3 એપ્રિલે - 13
4 એપ્રિલે - 14
5 એપ્રિલે - 16
 
 રાજકોટમાં 11 દિવસમાં કોરોનાથી 102 મોતનો આંકડો સામે આવ્યો છે. માત્ર 5 દિવસમાં 66 દર્દીઓનો ભોગ લેવાયો છે. છેલ્લા છ દિવસથી ક્રમશ: મોતના આંકડામાં વધારો થઇ રહ્યો છે. વધતા મોતથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર