ગુજરાતમાં લાગી શકે છે 3-4 દિવસનો કરફ્યુ, કોરોનાની ચેઈન તોડવા સરકાર નિર્ણય લે - હાઈકોર્ટની ટકોર

મંગળવાર, 6 એપ્રિલ 2021 (13:56 IST)
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ કારીઆની ખંડપીઠ નો સરકારને નિર્દેશ... કોરોનાના વિસ્ફોટને અટકાવવા માટે નક્કર પગલાં જરૂરી... કોરોના સંક્રમણ ની ચેઇન ને તોડવી જરૂરી... રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કરફ્યુ લાદવા અને વિક એન્ડ કરફ્યુ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે કરી ટકોર. લોકડાઉન ની જરૂર પડે એવી સ્થિતિ હોવાનું હાઇકોર્ટનું અવલોકન
 
શનિવારર-રવિવાર લોકડાઉનની વિચારણા 
 
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ ભયજનક રીતે વધી રહ્યા છે. રાજ્યનો કોરોના રિકવરી રેટ પણ ઘટીને 93.81 ટકાએ પહોંચ્યો છે. વધતા સંક્રમણથી અલર્ટ થયેલાં તાપી, વલસાડ, કડી, જામનગર, આણંદ-ખેડા, મોરબી, દાહોદનાં વિવિધ બજારો ધરાવતાં નગરો અને ગામડાંએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો બીજી બાજુ, શહેરોમાં પણ રાત્રિ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડતી હોવાથી વેપારી એસોસિયેશન માને છે કે કોરોના કાબૂમાં લેવા હવે સરકારે વીકેન્ડ લોકડાઉન લાદવું જોઈએ, જેથી ઝડપથી કાબૂ આવી શકે, સાથે જ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી લોકલ સંક્રમણ અટકાવવા માટે આંશિક લોકડાઉન કરવામાં આવે એવી અપીલ કરી છે. ત્યારે ગુજરાત સરકારે પણ આ બાબતે ગંભીરતાથી વિચારણા શરૂ કરી દીધી છે અને આગામી બે દિવસમાં ગુજરાતમાં વીકએન્ડ લોકડાઉન લાદવામાં આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે.
 
ગુજરાત સરકારે હાઈકોર્ટની ટકોરને ગંભીરતાથી લઈને જણાવ્યું છે કે,  રાજ્ય સરકાર હાઇકોર્ટનાં અવલોકનનો અભ્યાસ કરશે અને અવલોકન તથા ચુકાદાનો વિસ્તૃત અભ્યાસ કરી સરકાર દ્વાર નિર્ણય લેવાશે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી નિવાસ્થાને મળતી હાઈ પાવર કમિટીની બેઠકમાં નામદાર કોર્ટના અવલોકન અંગે વિસ્તૃત ચર્ચા કરીને પછી નિર્ણય કરાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર