IIMA અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એકસાથે 35 લોકો થયા કોરોના સંક્રમિત

ગુરુવાર, 22 એપ્રિલ 2021 (13:18 IST)
રાજ્યમાં ઝડપથી વધી રહેલા કેસના લીધે રાજ્યમાં ચિંતાનો માહોલ છે. રાજ્યમાં કૂદકે ને ભૂસકે સતત કેસ વધી રહ્યા છે. આ ઉપરાંત ડેથ રેશિયો પણ વધી રહ્યો છે. દિવસે ને દિવસે સતત કોરોના સંક્રમિતોનો આંકડો એક નવો રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ત્યારે દેશ-દુનિયામાં જાણિતી ખ્યાતનામ સંસ્થામાં પણ બાકાત રહી નથી. 
 
કોરોના વાયરસે આઇઆઇએમએને પોતાની ચપેટમાં લીધું છે. અહીં 35 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે આ સંસ્થા દેશમાં જ નહી વિશ્વભરમાં જાણિતી છે. ત્યારે બુધવારે 118 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 35 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે. જેને લઈ કેમ્પસમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ IM અમદાવાદમાં 100થી વધુ કેસ સામે આવ્યા હતા. 
 
અત્રે ઉલ્લેખનીય છે રાજ્યમાં ગઇકાલે 12553 કેસ કેસ નોંધાયા હતા તો 125 દર્દીઓના મોત થયા હતા. કેસની સાથે સાથે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. બીજી લહેરમાં ગુજરાતમાં દર કલાકે 5 વ્યક્તિઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે તો બીજી દર કલાકે 500થી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 84,126 એક્ટિવ દર્દી છે, જે પૈકી 361 લોકો વેન્ટિલેટર પર છે અને 83,765 લોકો સ્ટેબલ છે. 3,50,865 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5740 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 125 લોકોનાં દુખદ નિધન થયા છે. 
 
જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 22, સુરત  કોર્પોરેશનમાં 25,  મહેસાણમાં 3, સુરત-4, વડોદરા કોર્પોરેશન-7, રાજકોટ કોર્પોરેશન-8,  જામનગર કોર્પોરેશન-8, વડોદરા-5,  બનાસકાંઠા-3, ભરુચ-3, જામનગર-4, પાટણ-2, ગાંધીનગર કોર્પોરેશન-1, ભાવનગર કોર્પોરેશન-3, , રાજકોટ-4, સાબરકાંઠા-3,ભાવનગર-3, ગાંધીનગર-2, સુરેન્દ્રનગર-3, આણંદ-3, મોરબી-3, મહીસાગર-2, દેવભૂમિ દ્વારકામાં 3 એમ આ સાથે કુલ 125 લોકોનાં મોત નિપજ્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર