કોરોનાને કારણે અનેક પરિવારો પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે વધુ આધાતજનક સમાચાર રાજકોટથી પ્રાપ્ત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેર પોલીસના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ અમૃતભાઈ માયાભાઈ રાઠોડ કોરોના સંક્રમિત થયા હતા. રાજકોટ શહેર પોલીસમાં ASI તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના માત્ર 12 કલાકના સમયગાળામાં તેમના પત્નીનું પણ મોત નીપજ્યું છે. 12 કલાકમાં જ કોરોના ત્રણ-ત્રણ સંતાનોના માતા-પિતાને ભરખી ગયો. બાળકોએ માતા પિતાની છત્રછાયા ગુમાવી દેતાં તેમના માથે આભ તૂટી પડ્યું છે.
તો આ તરફ તાપી પણ આઘાતજનક સમાચાર પ્રાપ્ત થયા છે. જેમાં કોરોના સામે સતત લડાઇ લડી રહેલા કોરોના વોરિયર્સ જંગ હારી ગયા છે. કપરાડાના મોટાપોંઢામાં રહેતી મનીષા પટેલને કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને સેલવાસની ખાનગી હોસ્પિટલમાં વેંટીલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે મનીષા કારોના સામે જીંદગીની બાજી હારી ગઇ હતી.