ગેનીબેન ઠાકોર બનાસકાંઠાના સાંસદ બન્યા છે. આ વખતે લોકસભાની 2024ની ચૂંટણીમાં તેઓએ ભાજપના ઉમેદવારને નજીવા માર્જિનથી હરાવી જીત મેળવી હતી. તેઓ કોંગ્રેસના ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ છે. AIIMS માં તેમના સદસ્ય બનવાના લીધે ઉત્તર ગુજરાતના લોકોને આરોગ્ય સેવા ઉપલબ્ધ બનશે.બે દિવસ પહેલાં જ બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે સંસદભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP (બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી તે વર્ષ 2020થી બંધ કરી દેવામાં આવી છે. જે ગ્રાન્ટ ત્રણેય જિલ્લાઓને ચુકવવાની માગ કરી છે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ કરવાની રૂબરૂ મળીને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરી હતી.