14મી ગુજરાત વિધાનસભાના છેલ્લા બજેટસત્રના છેલ્લા દિવસે મધ્યરાત્રિ પછી 1 એપ્રિલે રખડતા ઢોર નિયંત્રણ વિધેયક (પ્રસ્તાવિત કાયદા) પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ આ કાયદાનો રાજ્યભરના માલધારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેને પગલે 21 અને 22 સપ્ટેમ્બરના રોજ મળનારા વિધાનસભા સત્રના પહેલા દિવસે ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામાં આવશે.
કાયદાના ભંગ બદલ 1 વર્ષ સુધીની કેદની સજા અને 5થી 20 હજાર સુધીના દંડની જોગવાઇ કરાઇ છે
શહેરી વિસ્તારોમાં ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ અને ફોજદારી ગુનો દાખલ કરાશે
પકડાનારા ઢોરની માલિકીનો 7 દિવસમાં દાવો ન થાય તો માલિકી પાલિકાની થઇ જશે
ઢોર પકડ પાર્ટી પર હુમલાના કિસ્સામાં વ્યક્તિ અથવા સમૂહને 1 વર્ષની કેદ અને 50 હજારથી 1 લાખ સુધીના દંડની જોગવાઇ