હવામાન વિભાગની મોટી આગાહી

રવિવાર, 24 એપ્રિલ 2022 (12:19 IST)
આકાશમાંથી અગનવર્ષા થતી હોય તેવી અસહ્ય કાળઝાળ ગરમી અનુભવાઇ રહી છે. શનિવારે દિવસ દરમિયાન રાજકોટ અને ગાંધીનગરમાં ૪૨ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. અમદાવાદમાં આજે ૪૧.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. 
 
આગામી ૨૬ થી ૨૮ એપ્રિલ દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર થઇ શકે છે. અમદાવાદમાં એપ્રિલ માસમાં જ ગરમીનો પારો ૪૪ને પાર થયો હોય તેવું એપ્રિલમાં છેલ્લા ૧૦ વર્ષમાં બન્યું નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર