અમદાવાદમાં માણેકચોક બંધ, ઇસ્કોન ખાણીપીણી બજારમાં રેડ, 8 લોકોની ધરપકડ

શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (11:01 IST)
અમદાવાદમાં કોરોનાના કેસ ભલે ઓછા થઇ ગયા હોય પરંતુ વહિવટીતંત્ર કોરોનાનું સંક્રમણ વધે નહી એટલા માટે કોઇપણ પ્રકારની ભૂલ કરવા માંગતું નથી. સોશિયલ ડિસ્ટનનું ઉલ્લંઘન કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુધવારે માણેકચોક ખાણીપીણી બજાર અને ખાણીપીણી બજારને બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસે ઇસ્કોન બ્રિજ નજીક મોડી રાત સુધી ચાલી રહેલા ખાણીપીણી બજારમાં રેડ પાડી હતી અને સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવામાં આવતાં 8 લોકોની ધરપકડ કરી હતી. 
અત્રે ઉલ્લેખનીય છે કે ભલે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ એએમસીએ અમદાવાદીઓને સંપૂર્ણ છૂટ આપી નથી. હોટલ અને ફૂડ સ્ટોલ બજાર ફક્ત 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની અનુમતિ આપવામાં આવી છે. સેટેલાઇટ પોલીસે જણાવ્યું હતું કે ઇસ્કોન બ્રિજ પાસે ગણેશ ચોક પર ખુલ્લા પ્લોટમાં ખાણીપીણી બજાર મોટા સુધી ખુલ્લુ હતું. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરી હતી ત્યારે પણ બજાર ખુલ્લુ જોવા મળી રહ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે 8 લારી સાથે માલિકોની ધરપકડ કરી હતી. સેટેલાઇટ પોલીસે જાહેરનામાનો ઉલ્લંઘન કરવા માટે તે તમામ વિરૂદ્દહ કેસ દાખલ કર્યો હ અતો. 
 
આ પહેલાં હેપ્પી સ્ટ્રીટ ભોજનાલયોને રવિવારે બંધ કરવામાં આવ્યા હત. કોરોના કારણે 8 થી 10 વાગ્યા સુધી માણેકચોક અને ખાણીપીણી બજારમાં પાર્સલ સેવા શરૂ કરવામાં આવી હતી. જે વિવાદના કારણે બંધ કરવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર