અમદાવાદ શહેરમાં સતત જર્જરિત મકાનો ધરાશાયી થઇ રહ્યા છે. ગત 5 દિવસમાં 2 જગ્યાએ મકાન પડવાની ઘટના બની છે. 20 થી 25 ઘટનાઓ બને છે. હજી પણ જૂના અમદાવાદમાં સેંકડોની સંખ્યામાં જર્જરિત મકાનો આવેલા છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ કુબેરનગર વિસ્તારના એ-વોર્ડ પાસે જર્જરિત હાલતમાં આવેલું બે માળનું મકાન મોડીરાત્રે બે માળનું મકાન ધરાશાયી થઇ ગયું હતું. છેલ્લા થોડા દિવસોથી અમાદાવાદમાં વરસાદી માહોલ હોવાથી આ મકાન ધરાશાયી થઇ જતાં મકાનના કાટમાળ નીચે બે થી ત્રણ લોકો દબાઇ ગયા હતા. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવકાર્ય હાથ ધર્યું હતું, જોકે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.
કુબેરનગરમાં મોડી રાત્રે બે માળના કોમ્પલેક્ષમાંથી 3 દુકાનો ધરાશાયી થઈ હતી. અંદાજે 7 કલાક રેસ્ક્યુ કામગીરી ચાલી હતી. ત્યારે કોમ્પ્લેક્સમાં રહેતા પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દુકાનના માલિક ઘનશ્યામભાઈ સિંધીની બેદરકારીને કારણએ તેમના પુત્ર પ્રેમ ગઢવીનું મોત નિપજ્યું છે. દુકાન માલિકે જે તે સમયે સમારકામ કરાવીને દુકાનોના પીલરને હટાવી દીધું હતું. જેથી આ ઘટના બની હતી.