મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એમ પણ જાહેર કર્યું છે કે આ વાવાઝોડાને કારણે જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે. તેવા મૃતકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. આ સહાય ભારત સરકારે જાહેર કરેલી 2 લાખની સહાય ઉપરાંત અપાશે. આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે.
આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ,મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે કૈલાસનાથન, મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર ,મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ અને વરિષ્ઠ સચિવો પણ જોડાયા હતા.