પ્રકાશના મહાપર્વ દિવાળીમાં જ્યાં સમગ્ર દેશ ખુશીયોના માહોલમાં સમગ્ર પરિવારજનો સાથે ઉજવણી કરી રહ્યું હતુ ત્યાં બીજી તરફ અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સેવા-સુશ્રુષા અને સુપેરે સારવાર કરીને આ તહેવારની ઉજવણી કરી.
સિવિલ હોસ્પિટલમાં આ પાંચ દિવસોમાં 5,000થી વધારે X-RAY , 200 CT SCAN, 50 થી વધારે MRI અને 1500 જેટલા દર્દીઓની સફળ સોનોગ્રાફી કરવામાં આવી.
સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી એ જણાવ્યું હતું કે,પ્રકાશના આ મહાપર્વમાં પીડિતને પીડામુક્ત કરવું એ જ સિવિલ હોસ્પિટલના તબીબોનો ધ્યેયમંત્ર રહ્યો છે. જેને સર્વે લોકોએ એકજૂટ થઇને સુપેરે નિભાવીને માનવતા સાથે કર્તવ્યનિષ્ઠાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.