હોળી અને ધુળેટી સમગ્ર તહેવાર નું ખુબ અનેરો મહિમા અને શ્રદ્ધા થી ઉજવણી કરતા જોવા મળે છે આ સાથે સાથે ગુજરાતમાં પણ આ તહેવાર ની અનોખી રીતે આનંદ થી ઉજવણી થાય છે. ઓલપાડ તાલુકાનાં સરસ ગામે હોળી દહન બાદ અંગારા પર ખુલ્લા પગે ચાલવાની અનોખી શ્રદ્ધા સાથેની વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત છે. હોળી પૂજનની સાથે અનોખી અને ઐતિહાસિક પરંપરા 80 વર્ષ પહેલાથી ચાલી આવી છે. સરસ ગામે ગ્રામ પંચાયતના સહયોગથી થતી આ હોળી પૂજા વિધિમાં હોળી દહન બાદ અંગારા પર ગ્રામજનો ઉઘાડા પગે ચાલે છે.કોરોના દરમિયાન પર આ પ્રથા કાયમ રહી હતી. બસ અહી બહારથી આવનારાઓ પર ત્યારે પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
વર્ષોથી ગામના લોકો એક શ્રદ્ધા રાખી અંગારા પર ચાલવાનું સાહસ કરે છે. ભારત દેશમાં વસતા લોકો શ્રદ્ધા પર નિર્ભર હોય છે અને શ્રદ્ધા પર જીવન વિતાવે છે. સરસ ગામના લોકોને પર આવી જ શ્રદ્ધા હોળીના પર્વ પર છે. વર્ષોથી ચાલી આવતી સરસ ગામમાં હોળિકા દહન બાદ અંગારા પર ચાલતી પ્રથા એટલી વિખ્યાત થઇ ગઈ છે કે, ઓલપાડ ગામના લોકો જ નહી પરંતુ આસપાસના ગામમાં વસતા લોકો પણ હોળીના દિવસે અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં અવસ્ય પધારે છે.