ગુજરાતના સુરત શહેરના એક ટ્યૂશન કેંદ્રના આઠ વિદ્યાર્થી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી. આશીષ નાયકે જણાવ્યું હતું કે નિયમિત ક્લાસમાં આવનાર એક વિદ્યાર્થી સાત ઓક્ટોબરથી સંક્રમિત મળી આવ્યો હતો, ત્યારબાદ તમામ 125 વિદ્યાર્થીઓની તપાસ કરાવવામાં આવી. તેમાંથી 7 સંક્રમિત મળી આવ્યા. તેમણે જણાવ્યું કે સાવધાનીના ભાગરૂપે ટ્યૂશન કેન્દ્રને બંધ કરી દેવામાં આવ્યા છે.
સુરતમાં અત્યાર સુધી સંક્રમણના 1,11,669 કેસ સામે આવ્યા છે. જેમાંથી 1,09,975 કોરોના મુક્ત થઇ ચૂક્યા છે. રિકવરી રેટ 98.48 ટકા છે. કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આંકડા અનુસાર શહેરમાં અત્યાર સુધી 1,629 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં કોરોનાના આજે નવા 22 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 21 દર્દીઓ સાજા થયા હતા. જેના પગલે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.75 ટકાએ પહોંચ્યા છે. આ પ્રકારે અત્યાર સુધીમાં કુલ 8,15,981 નાગિરકો કોરોનાને પરાજીત કરી ચુક્યા છે. બીજી તરફ ગુજરાત સરકાર વેક્સિનેશનના મુદ્દે પણ લડી રહી છે. આજના દિવસમાં કુલ 2,96,273 નાગરિકોનું રસીકરણ આજના દિવસમાં કરવામાં આવ્યું છે.
જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 213 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટિલેટર પર છે. 207 સ્ટેબલ છે. 8,15,981 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 10086 નાગરિકોનાં મોત થયા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરતમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, વલસાડમાં 4, જૂનાગઢમાં 2, નવસારી અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે.