Junagadh News - જૂનાગઢમાંંથી 7 મહિલાઓ જુગાર રમતા પકડાઈ

મંગળવાર, 6 જૂન 2023 (12:34 IST)
જૂનાગઢના એક એપાર્ટમેંટના પાર્કિગમાંથી 7 મહિલાઓ જુગાર રમતા ઝડપાતા ચર્ચાનો વિષય બની ગયો છે.  આ મહિલાઓ પાસેથી એક લાખથી વધુની રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે.  જૂનાગઢના ઉપરકોટ પસે આવેલ એક એપાર્ટમેંટના પાર્કિંગમાં મહિલાઓએ જુગારનો અડ્ડો બનાવ્યા હોવાની બાતમી મળતા ડીવીઝન પોલીસે ગત રાત્રે દરોડા પાડ્યા હતા. 
 
આ દરોડા હેઠળ પોલીસે જે મહિલાઓની ધરપકડ કરી છે તેમના નામ આ પ્રમાણે છે.  નીશાબેન તુલસીભાઈ જુમાણી, નીશાબેન નરેશભાઈ પડેશ્વર, પ્રફુલ્લાબેન હસમુખ ગોહેલ, સવિતાબેન કેશવદાસ સોલંકી, ઉષાબેન છોટાલા ઝાંઝમેરિયા, હંસાબેન કમલેશ ચાવડા અને નીશાબેન ચેતનભાઈ લુકા સહિત સાત મહિલાઓને ચોર પોલીસ નામનો જુગાર રમતા પકડી પાડી હતી. 
 
આ મહિલાઓ પાસેથી સવાલાખ જેટલે રોકડ રકમ જપ્ત કરીને પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર