200 વર્ષ જુના તપેશ્વર મહાદેવના મંદિરમાં નાગ અને નાગણ પણ દર્શન આપે છે.

શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (16:02 IST)
શ્રાવણ મહિનો હવે તેની ચરમસીમાએ પહોંચતો જાય છે. ત્યારે ભક્તો દ્વારા ભગવાન શીવની ભક્તિ પણ ઉંચી શ્રદ્ધાનું સ્વરૂપ ધારણ કરી રહી છે.  ઓલપાડ તાલુકાના ત્રણ ગામની સીમમાં 200 વર્ષથી સાક્ષાત બિરાજમાન છે તપેસ્વર મહાદેવ. આ મહાદેવ મંદિરમાં આખો શ્રાવણ માસ નાગ અને નાગણ શિવભકતોને દર્શન આપીને ધન્ય કરે છે.

આ ઘટનાની વિસ્તાર પૂર્વક વાત કરીએ તો આજથી આશરે 200 વર્ષ પહેલા આ જગ્યા પર 5 થી 6 ગામના લોકો વસવાટ કરતા હતા, પરંતુ સમયની સાથે આ ગામડા નામશેષ થઇ ગયા, જ્યાં હાલમાં સોંસક, અંભેટા, બલકસ જેવા ગામોનું અસ્તિત્વ છે. પણ નામશેષ થયેલા ગામો પેક્કી સુલતાનપુર ગામમાં અવશેષોના ભાગરૂપે માત્ર તળાવ, કુવો અને આ તપેસ્વર મહાદેવ મંદિર જ બચ્યા છે.

વર્ષોથી  ત્રણ ગામની સીમમાં તપેસ્વર મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. અહીંના સ્થાનીકોનું માનવું છે કે રહ્યા છે કે, તેમને અનેકો વખત મંદીરમાં નાગ અને નાગણે પણ દર્શન આપ્યા છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી, તેથી શીવ ભકતો અહીં દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વેબદુનિયા પર વાંચો