ગઈ કાલે ગુજરાત સરકારની કોર કમિટીની બેઠક બાદ નવા નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે. 8 મહાનગરો સહિત કુલ 27 શહેરોમાં રાત્રે 10 સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યારે રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં મહત્તમ 150 લોકો ખુલ્લા સ્થળે, બંધ સ્થળે જગ્યાની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત કરી શકવાની જોગાવાઈ હતી. લગ્ન પ્રસંગમાં 150ની મર્યાદા યથાવત રાખવામાં આવી છે. ત્યારે રાજ્યમાં કોરોનાની ગાઈડલાઈન મામલે DGP આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી કોરોના કેસ વધતાં રાત્રી કર્ફ્યુની કડક અમલવારી કરવા આદેશ આપી દીધા હોવાની વાત કરી છે.