દરિયામાં તેજ પવન સાથે કરંટને કારણે 8થી 10 ફુટ ઉંચા મોજા ઉછળ્યા

શનિવાર, 22 જાન્યુઆરી 2022 (15:26 IST)
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આગામી 2 દિવસો સુધી કમોસમી વરસાદની વકી કરી છે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેની વચ્ચે દ્વારકાના દરિયા કિનારાના વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.આમ દરમિયામાં  તેજ પવન સાથે કરંટને કારણે દરિયા કિનારાઓ પર 8થી 10 ફુટ ઉંચા મોજા ઉછળતાં જોવા મળ્યાં છે. 
 
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 22મી તારીખે, શનિવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને આણંદ, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરત, છોટા ઉદેપુર, નવસારી સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાંની આગાહી કરાઈ છે. આ સાથે ગુજરાતના દરિયામાં 60 કિ.મી.ની તીવ્ર ઝડપ સુધી પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર