સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓને ઓક્સિજનનો પુરતો પુરવઠો વિના વિક્ષેપે સતત મળતો રહે એ માટે 13,000 કિલો લિટરની ક્ષમતાવાળી અત્યંત આધુનિક ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. કોરોનાના વધી રહેલા સંક્રમણની સ્થિતિમાં સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટેના તમામ સાધન-સરંજામ પુરા પાડવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે.
ટેન્કમાં રહેલો ઓક્સિજન રિઝર્વ લેવલે પહોંચે ત્યારે ટેન્કની ડિજીટલ સિસ્ટમ દ્વારા કંપનીને મેસેજ પહોંચી જશે, જેનાથી કંપની દ્વારા રિફિલીંગની કામગીરી સત્વરે હાથ ધરી શકાશે. આ નવી ઓક્સિજન ટેન્ક આગામી બે દિવસમાં કાર્યરત થઇ જશે.