એક અહેવાલ અનુસાર તલોદ જીલ્લના હરસોલ ગામના રહેવાશી મકબૂલ શેખ નામના 78 વર્ષીય વડીલનો કોરોનાના કારૅણે 15 જૂનના રોજ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં પોઝિટિવ આવ્યા બાદ તેમણે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. અહીં આઇસોલેશન વોર્ડમાં 23 તારીખના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી છે. તેના લીધે ડોક્ટરોએ તેમને ઓક્સીજન પર રાખવામાં આવ્યા હતા.
આ દરમિયાન 23 તારીખના રોજ 5:00 વાગે લગભગ લાઇટ બંધ થઇ ગઇ હતી અને ઇલેક્ટ્રિક મોટર ઉંઘી ફરવા લાગી હતી. સાથે જ વિજળી જનરેટર પણ શરૂ થઇ શક્યું નહી. વિજળી જતી રહેતાં ઓક્સિજન પર રાખવામાં આવેલા મકબૂલ શેખનું મોત નિપજ્યું હતું. મૃતકના પરિવારજનો નારાજ થયા હતા. ડોક્ટરો દ્વારા સમજાવ્યા બાદ વૃદ્ધિના પરિવારજનો માની ગયા હતા.