મોદીએ શાળા-પ્રવેશોત્સવમાં સ્કૂલનાં બાળકો સાથે બેસીને મોજથી ગમ્મત કરી

શુક્રવાર, 14 જૂન 2013 (12:15 IST)
P.R

મોટે ભાગે ગંભીર રહેતા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીનગર નજીકના એક ગામમાં શાળા-પ્રવેશોત્સવ દરમ્યાન બાળકો સાથે હસીને ગમ્મત કરી અને સ્કૂલના પહેલા દિવસે તેમનું મોં મીઠું કરાવ્યું

P.R

વિરોધી નેતાઓએ જેમને ‘હિટલર,’ ‘મોત કા સૌદાગર’ ને ‘કોમવાદી’ એવી કંઈક ઉપમાઓ આપી છે એવા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આમ તો જાહેર કાર્યક્રમોમાં મોટે ભાગે ગંભીર જોવા મળતા હોય છે, પણ ગઈ કાલે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા લિહોડા નામના ગામમાં આ જ મોદી કંઈક અલગ મૂડમાં હતા. ગુજરાત સરકારના ૧૧મા કન્યા કેળવણી શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમ્યાન મોદીએ સ્કૂલનાં બાળકો સાથે મોજથી ગમ્મત કરી હતી. બાળક બની ગયેલા મોદી બાળકો જ્યાં બેઠાં હતાં ત્યાં પહોંચી જઈને તેમની સાથે બેસીને વાતો કરી હતી અને તેમણે તેમનું મોં મીઠું કરાવ્યું હતું.
P.R


P.R

ગામની ૧૦૬ વર્ષ જૂની પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવવા આવેલાં બાળકો પહેલાં તો શરમાયાં હતાં, પણ પછી તેમણે પણ મોદીઅંકલ સાથે વાતો કરી હતી. આ કાર્યક્રમમાં બાળકોને દફતર સહિતની કિટ આપવામાં આવી હતી તથા ગલ્ર્સ સ્ટુડન્ટ્સને કન્યા કેળવણી નિધિનાં પુરસ્કાર બૉન્ડ અપાયાં હતાં. ઉત્સાહથી ઊમટેલી ગામની મહિલાઓને બિરદાવી મોદીએ કહ્યું હતું કે ‘કન્યા કેળવણી માટેનો તેમનો નિર્ધાર ગુજરાતની પ્રત્યેક દીકરીને શિક્ષિત બનાવશે અને આ શિક્ષિત કન્યા સમાજનું, કુટુંબનું અને કુળનું આભૂષણ બનશે.’
P.R

P.R


લિહોડા ઉપરાંત મોદી નજીકના વર્ધાના મૂવાડા અને નાંદોલ ગામમાં પણ ગયા હતા અને શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી.





(ચિત્ર : સાભાર નરેન્દ્રમોદી.ઈન)

વેબદુનિયા પર વાંચો